/connect-gujarat/media/post_banners/5d4d4e994acf616b0e905b1d5fc6ae947f18d1b35fe171b0c997d2f80086d780.webp)
ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, જ્યાં દર 24 કલાકે અકસ્માતો સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક અકસ્માત આજે સવારે નબીપુર નજીકથી સામે આવ્યો હતો.નેશનલ હાઇવે 48 પર આવેલ નબીપુર નજીકની એપેક્ષ હોટલ પાસે આજે સવારના સમયે મૂળ રાજસ્થાનના રમેશચન્દ્ર નામનો યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો દરમ્યાન કોઈક અજાણ્યા વાહને તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે