Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના દરિયા ગામના ડેમમાં માછલી પકડવા ગયેલ યુવકને માર મારતા ડુબી જતા મોત,પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચ: ઝઘડિયાના દરિયા ગામના ડેમમાં માછલી પકડવા ગયેલ યુવકને માર મારતા ડુબી જતા મોત,પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
X

ગત તા.૫ મીના રોજ ઝઘડિયા તાલુકાના નાનાઅણધરા ગામે રહેતો ભોપતભાઇ પ્રભાતભાઇ વસાવા નામનો યુવક રાતના દસ વાગ્યાના સમયે તેના કાકા ભરતભાઇ સેવણીયા વસાવા રહે.ગામ નાનાઅણધરા તેમજ અન્ય બે ઇસમો સાથે દરિયા ગામ નજીક આવેલ ડેમમાં માછલા મારવા ગયા હતા.આ લોકો ટાયરની ટ્યુબની મદદથી પાણીમાં માછલી પકડવાની કામગીરી કરતા હતા, ત્યારે રાતના અઢી વાગ્યાના સમયે એક નાવડી લઇને ચાર ઇસમો આવ્યા હતા. તે લોકોએ ટોર્ચનો પ્રકાશ નાંખતા તેઓ દરિયા ગામના નવીન વસાવા, પિંકલ વસાવા, પન્કેશ વસાવા તેમજ અન્ય એક સગીર વયનો છોકરો હોવાની જાણ થઇ હતી. નાવડીમાં આવેલ આ ચાર ઇસમો પૈકી નવીન વસાવા ભરતભાઇને નાવડી ચલાવવાના હલેસાથી માર મારવા લાગ્યો હતો. જેથી ભરતભાઇ ડેમના પાણીમાં પડી ગયા હતા.તે દરમિયાન ભરતભાઇએ નાવડી પકડી રાખી હતી. ત્યારે નવીને કહ્યું હતું કે આને મારો ભલે મરી જાય. આ ઘટના બાદ ભરતભાઇને શોધવા છતાં ભાળ મળી નહતી. આ બાબતે ઝઘડિયા પોલીસમાં લખાયેલ ફરિયાદમાં જણાવાયું હતું કે અણધરા ગામના લોકો દરિયા ગામના ડેમમાં માછલા પકડવા જાયતો મહેશ માનસિંગ વસાવા નામનો ઇસમ તેના માણસો દ્વારા તેમને માર મરાવતો હતો. દરમિયાન ગતરોજ ડેમમાંથી ડુબી ગયેલ ભરતભાઇનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાને લઇને મૃતકના ભત્રીજા ભોપતભાઇ પ્રભાતભાઇ વસાવા રહે.નાનાઅણધરા તા.ઝઘડિયાનાએ ભરતભાઇ પર થયેલ હુમલાને પુર્વઆયોજિત ગણાવીને નવીન બાબુભાઇ વસાવા,પિન્કલ પ્રવિણ વસાવા, પન્કેશ છના વસાવા, મહેશ માનસિંગ વસાવા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર છોકરો તમામ રહે.ગામ દરિયા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Next Story