Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત

ભરુચના જંબુસર નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું કરૂણ મોત નિપજયુ હતુ

X

ભરુચના જંબુસર નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું કરૂણ મોત નિપજયુ હતુ

ભરૂચના જંબુસર શહેરના તાડીયા હનુમાન વિસ્તારમાં મામાને ત્યાં રહેતા રોહિતભાઈ રમેશભાઈ વસાવા ઉંમર કલક ગામ બાજુથી જંબુસર તરફ આવતા હતા તે સમય દરમિયાન યોગી રસ ભંડાર નજીક ટ્રક સાથે પાછળથી ધડાકાભેર બાઈક ભટકાતા રોહિત વસાવાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

Next Story