ભરૂચ : ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

ખાનગી શાળાઓમાં ફી વધારો અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ગુજરાતમાં આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દે રાજ્ય સરકારને સતત ઘેરી રહી છે. શિક્ષણ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્રો લખવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શક્તિનાથ સર્કલથી રેલી કાઢી સૂત્રોચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતની ખાનગી શાળાઓની ફી માં ધરખમ વધારા સાથે શાળા સંચાલકો નક્કી કરેલી દુકાનોમાંથી જ વાલીઓને સ્કૂલ બેગ,ચોપડા,અને કપડાં ખરીદવા મજબુર કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષણને વેપાર બનાવી લૂંટ ચલાવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

Latest Stories