Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમ આદમી પાર્ટી છોટુભાઇ વસાવાની બીટીપી સાથે ગઠબંધન નહિ કરે

X

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન નહિ કરે. ભરૂચ જિલ્લામાં જન સંવેદનાયાત્રા લઇને આવેલાં ઇશુદાન ગઢવીએ ગઠબંધન અંગે પાર્ટીનો મત વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસને લડત આપવા આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટી કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે જન સંવેદના યાત્રાનો સહારો લીધો છે. જન સંવેદનાયાત્રા ભરૂચ જિલ્લામાં આવી પહોંચી હતી. નેત્રંગના સ્વામી નારાયણ મંદિર ખાતે આયોજીત જનસભાને સંબોધતા આપના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રાજયમાં સરકારની બેદરકારીના કારણે કોરોનાથી હજારો લોકોના મોત થયાં છે. ભાજપના શાસનમાં મોંઘવારીએ માઝા મુકી છે. ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ૧૮૨ બેઠકો ઉપર ચુંટણીઓ લડશે.ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની બીટીપી પાટીઁ સાથે ગઠબંધન નહીં કરે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચાસવડ ડેરીના પાંચ ડિરેક્ટર તેમજ પીંગોટ ગ્રા.પંચાયતના સરપંચ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં.

Next Story