Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ થયો હોવાના આક્ષેપ સાથે AAPનું તંત્રને આવેદન...

ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે ખોટો કેસ હોવાના આક્ષેપ તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

X

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે ખોટો કેસ હોવાના આક્ષેપ તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધની પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવાયું છે કે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આખી ઘટના એવી છે કે, જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે. એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો હતો. વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આવી હતી. જેમાં તેઓએ વનવિભાગના કર્મચારીઓ અને ખેડૂતોને સાથે બેસાડી સમાધાન કરાવી નક્કી થયા મુજબની નુકસાની ખેડૂતને ચૂકવવામાં આવી હતી. જે સમગ્ર મામલે કોઈકના દબાણમાં આવી આ મુદ્દે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેથી આ મુદ્દે દરમ્યાનગીરી કરી ન્યાયિક તપાસ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અટકાવવા અંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story