Connect Gujarat
ભરૂચ

ભરૂચ : AAP-BTPના ગઠબંધનની જાહેરાત, અરવિંદ કેજરીવાલની હાજરીમાં યોજાયું આદિવાસી સંકલ્પ મહાસંમેલન

ગુજરાતની રાજનીતિમાં આજરોજ નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે

X

ગુજરાતની રાજનીતિમાં આજરોજ નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ ભરૂચના વાલિયા ખાતે આદિવાસી સંકલ્પ મહાસમેલન યોજાયું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની રાજનીતિમાં નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. ભરૂચના વાલિયાના ચંદેરિયા ગામ ખાતે આજરોજ આદિવાસી સંકલ્પ મહાસંમેલન યોજાયું હતું.

જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, ડેડીયાપડાના ધારાસભ્ય મહેશ વસાવા,આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સંમેલનમાં સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે દેશના 2 સૌથી અમિર વ્યક્તિ પણ ગુજરાતથી આવે છે તો ગરીબ આદિવાસીઓ પણ ગુજરાતમાં વધુ છે આમ સરકારોએ અમીરને વધુ અમિર અને ગરીબને વધુ ગરીબ બનવવાનું કામ કર્યું છે. સાથે જ તેઓએ પેપર લીક મામલે ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી અને ભુપેન્દ્ર પટેલની સરકારને ચેલેન્જ આપી હતી કે તમે એક પરીક્ષા પેપર લીક વગર સફળતાથી નથી કરાવી શકતા તો સરકાર કેવી રીતે ચાલશે

અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતમાં ચૂંટણી વહેલી આવી રહી હોવાનું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે માટે અમને સમય આપવા નથી માંગતી માટે થોડા જ સમયમાં વિધાનસભા ભંગ કરવામાં આવશે

આ તરફ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી અને AAP તે.જ BTPના ગઠબંધનને ઐતિહાસિક ગણાવ્યું હતું

Next Story