Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે AAP કરી રહી છે ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ : છોટુ વસાવા

ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા

ભરૂચ : સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે AAP કરી રહી છે ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ : છોટુ વસાવા
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ સાથે મોટું નિવેદન આપી શાબ્દિક પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ પણ ગરમાય રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, દેશમાં ચૂંટણી તો આવતી રહેશે અને જતી પણ રહેશે. આદિવાસીઓને સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે આમ આદમી પાર્ટી ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ કરી રહી છે. આ સાથે જ છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Next Story