ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુરત ખાતેથી ધરપકડ

પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી અને લિંબાયતની પદમાવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસનઅલી શેખને ઝડપી પાડ્યો

New Update
ભરૂચ: મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સુરત ખાતેથી ધરપકડ

ભરુચ પેરોલ પોલીસે ભરુચ સી ડિવિઝન પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાના દ્વારા પેરોલ જમ્પ કરી ફરાર આરોપી અને મોબાઇલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઈ ડી.એ.તુવરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી..

કે ભરુચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક આર.કે.એવન્યુ ઝુલેલાલ હોસ્પીટલ પાછળ એક મકાનમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોનની ટેકનીક્લ એનાલીસીસ કરતાં ફોન સુરત ખાતે ચાલુ થયેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી હતી અને લિંબાયતની પદમાવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસનઅલી શેખને ઝડપી પાડી તેને ભરૂચ સી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે..