Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ નજીક પોલીસે સીઝ કરેલું બાયોડિઝલ આરોપીઓએ વેચી મારતા ચકચાર

ઝડપી પાડેલ 11 હજાર લિટર બાયોડીઝલના જથ્થામાંથી 6 હજાર લિટર બાયોડિઝલનું વેચાણ કરનાર ચાર ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X

અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત બાકરોલ ગામની સીમમાંથી આવેલ ગોડાઉનમાંથી અગાઉ ઝડપી પાડેલ 11 હજાર લિટર બાયોડીઝલના જથ્થામાંથી 6 હજાર લિટર બાયોડિઝલનું વેચાણ કરનાર ચાર ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત બાકરોલ ગામની સીમમાં અંકલેશ્વર-સુરત જવાના ટ્રેક ઉપર લક્ષ્મી-2 કોમ્પ્યુટર વે-બ્રિજ પાસેના ગોડાઉનમાં અગાઉ પોલીસે દ્વારા સીઝ કરેલ બાયો ડીઝલના જથ્થાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે જેવી બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર ટ્રક નંબર-જી.જે.17.યુ.યુ.0518માં બાયો ડીઝલ ભરતા ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં નાની-મોટી ટેન્કમાંથી 5 હજાર લિટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જથ્થો ભરી આપતા કર્મચારી નરપતસિંગ મિસરીમલ રાજપુરોહિતની પૂછપરછ કરતાં આ જથ્થો વિમલકુમાર પદ્મારામ રાજપુરોહિતે ભાડે જ્ગ્યા રાખી બાયો ડિઝલના જથ્થાનું વેચાણ કરતાં હોવાનું જણાવ્યુ હતું પોલીસે 5 હજાર લિટર મળી કુલ 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોપાલસિંહ પ્રહલાદસિહ રાજપુરોહિત, વિમલકુમાર પદ્મારામ રાજપુરોહિત અને નરપતસિંહ મિસરીમલ રાજપુરોહિત સહિત ચાર ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ પોલીસે 11 હજાર લિટર બાયો ડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો જેમાંથી 6 હજાર લિટર જથ્થાનું વેચાણ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.અત્રે મહત્વપૂર્ણ છે કે ગત સપ્તાહે પોલીસ સ્ટેશનમાંથી બાયો ડીઝલ ભરેલા ટેન્કરની ઘટના સામે આવી હતી જેમાં ગણતરીના સમયમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા

Next Story