Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આદિવાસી સમાજ દ્વારા મણીપૂર હિંસા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ, કડક કાર્યવાહીની માંગ

ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.

X

મણીપુરમાં આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતએ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસેને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 60 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.દેશના વડાપ્રધાને પણ આ હિંસાઓ રોકવા કોઈ પ્રયાસ કર્યા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લાના કલેક્ટરને ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story