Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 2 વર્ષના અંતરાલ બાદ નવરાત્રી મહોત્સવનો ભારે ઉત્સાહ, વાદ્ય બજારોમાં તેજીનો "માહોલ"

આ વર્ષે ભારે ઉત્સાહ સાથે કરાશે નવરાત્રિની ઉજવણી, વાદ્ય વ્યવસાયકારોએ શરૂ કરી વાદ્ય મરામતની કામગીરી

X

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી મહોત્સવના આયોજનો નહીં ગરબા રસિયાઓ તથા વાદ્ય વ્યવસાયકારોમાં નિરાશા જોવા મળી હતી, ત્યારે આ વર્ષે નવરાત્રિની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર હોવાથી વાદ્ય વ્યવસાયકારો વાદ્ય મરામતની કામગીરીમાં જોતરાયા છે.

માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તબલા, ઢોલ, હાર્મોનિયમ સહિતના વાંજિંત્રોની રિપેરિંગ અને ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દીકરીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. કોરોનાના કારણે 2 વર્ષ બંધ રહેલા નવરાત્રી ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ આ વર્ષે બેવડાયો છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ખેલૈયાના તાલને નવો જોમ પૂરો પાડવા તબલા, ઢોલ હાર્મોનિયમ સહિતના વાજિંત્રોના બજારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડીલો પાર્જીત રીતે વાજિંત્રો બનાવતા અને રીપેરીંગ કરતાં ભરૂચના હાજીખાના બજારના માર્ગે આવેલ દુકાનદાર માર્ગેસ છત્રીવાળાએ જણાવ્યુ હતું કે, કોરોનામાં પડી ભાંગેલા વાજિંત્ર બજારમાં જીવાદોરીનું નવું સંચય પૂરું પડી રહ્યું છે.

કોરોનાના કપડાં 2 વર્ષ બાદ આ વર્ષે તમામ તહેવારોની ઉજવણીમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની આગવી સંસ્કૃતિની ઓળખ એવા નવરાત્રી મહોત્સવના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગુજરાતભરમાં નવરાત્રી મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ ખેલૈયાઓ સહિત નવરાત્રી મહોત્સવમાં સાથે સંકળાયેલા તમામ વ્યવસાયકારોમાં જોવા મળી રહ્યો છે.

Next Story