Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદમાં PM મોદીના સભા સ્થળની આસપાસ વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી...

સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

ભરૂચ : આમોદમાં PM મોદીના સભા સ્થળની આસપાસ વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી...
X

ધોધમાર વરસાદ વરસતા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં સભામંડપ સહિત આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા કપચી, મેટલ તથા ડસ્ટ પાથરી સભાસ્થળને સમથળ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જંબુસર તાલુકા ટંકારી બંદર સહિતના 5 ગામોની 2 હજાર એકર જેટલી જમીન ઉપર નિર્માણ થનાર ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના ખાતમુહૂર્ત પ્રસંગે PM મોદી આગામી તા. 10મી ઓક્ટોમ્બર સોમવારના રોજ આમોદ ખાતે આવી રહ્યા છે..

ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા PM મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, ગતરોજ બપોર બાદ આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા PM માટે બનાવેલા સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તો બીજી તરફ સભા સ્થળે ભરાયેલ પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી સભા મંડપની આજુબાજુનો વિસ્તાર વ્યવસ્થિત કરવા સેંકડો જેસીબી મશીન સહિત શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, PM મોદીના સભા સ્થળે પાર્કિંગ એરિયાની જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાસંદ મનસુખ વસાવા તેમજ આમોદ તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં પાર્કિંગ વ્યવસ્થાને બદલવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Next Story