ભરૂચ: એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,રૂ.100 કરોડના ખર્ચે સાકાર થયો પ્રોજેકટ

ભરૂચના સ્ટેશન રોડ પર અત્યાધુનિક બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજરોજ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચ એસ.ટી. બસ ટર્મિનલ એરપોર્ટને પણ ટક્કર આપે તેવું હાઈટેક અને અત્યાધુનિક 6 વર્ષ બાદ બની ગયું છે.અંદાજે ₹1 અબજના ખર્ચે આકાર પામેલું બસ ટર્મિનલ શહેર અને જિલ્લા માટે નવું નજરાણું બની રહેશે.ભરૂચમાં નિર્માણ પામેલા આંતરરાષ્ટ્રિય કક્ષાના અત્યાધુનિક બસ ટર્મિનલમાં મુસાફરો માટે જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરવામા આવી છે. એસટી નિગમ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ PPP ના ધોરણે નિર્માણ કરાયેલા આંતર રાષ્ટ્રીય કક્ષાના અત્યાધુનિક બસ ટર્મિનલ ₹99 કરોડની અંદાજીત પ્રોજેક્ટ કિંમત સાથે વર્ષ 2017 માં બનાવવાની શરૂઆત કરાઈ હતી.ભરૂચ સિટી સેન્ટર સેન્ટ્રલ બસ સ્ટોપ તૈયાર થઈ ગયું હોય તેના ઉદ્ઘાટન આજરોજ CM ભુપેન્દ્ર પટેલની હસ્તે કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે છ વર્ષ બાદ આ ડેપો નું લોકાર્પણ થયુ છે.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,જંબુસરના ધારાસભ્ય ડી.કે સ્વામી ,ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,સીટી સેન્ટરના ડાયરેકટર કિરણ મજૂમદાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories