ભરૂચ : રાણીપુરા ગામે ચૂંટણીની અદાવતે ખેતરોમાં આગ ચાંપી હોવાનો આક્ષેપ, ગ્રામજનોએ કરી તંત્રને રજૂઆત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે 16 જેટલા શેરડીના ખેતરમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે.

New Update
ભરૂચ : રાણીપુરા ગામે ચૂંટણીની અદાવતે ખેતરોમાં આગ ચાંપી હોવાનો આક્ષેપ, ગ્રામજનોએ કરી તંત્રને રજૂઆત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે 16 જેટલા શેરડીના ખેતરમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે. જોકે, ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં આ કારસ્તાન કર્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

મળતી માહિતતિ અનુસાર, ગત તા. 29 ડિસેમ્બરની રાત્રિના સમયે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામના મકોડિયા વગા, કાછી વગા, ઝોરા વગા અને ચાડિયા વગામાં આવેલ 16 જેટલા શેરડીના ખેતરોમાં અચાનક આગ ફાટી નીકળતા ખેડૂતોને ભારે નુકશાન થયુ હતું. સમગ્ર મામલે સ્થાનિકોએ ઝઘડીયા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તાજેતરમાં યોજાય ગયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં કોઇ વિઘ્નસંતોષિ દ્વારા આગ લગાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007થી 2021 સુધી રાણીપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ. અત્યારસુધી ગામમાં બિનહરિફ પંચાયત બનતી હતી, જ્યારે આ વર્ષે ગામમાં ચૂંટણી યોજાય હતી, ત્યારે ચૂંટણીની અદાવતે અસામાજિક તત્વોએ ખેતરોમાં આગ ચાંપી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, ત્યારે રાણીપુરા ગામના સરપંચ મીતા વસાવા, સ્થાનિક આગેવાન મનોજ દેસાઇ સહિત ગ્રામ પંચાયત સભ્યોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.

Latest Stories