Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ,કલેક્ટરને કરાય રજૂઆત

ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

X

ભરૂચ શહેરમાં ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભરૂચ શહેરના શક્તિનાથ, કોલેજ રોડ, ઝાડેશ્વર રોડ, ઝાડેશ્વર ચોકડી વિસ્તારના લારી- ગલ્લા ધારકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાત્રે વધુ સમય વેપાર કરવા દેવા માટેની માંગ સાથે રજુઆત કરી હતી.લારી ગલ્લા ધારકોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરુચ એક ઔદ્યોગિક વિકાસશીલ અને હરણફાળ કરતું શહેર છે અને ભરુચ શહેરમાં પરપ્રાંતિય વ્યક્તિઓ અનેક રાજ્યોમાંથી વસવાટ કરતાં આવેલા છે.આવી વ્યક્તિઓ એકલવાયું જીવન જીવતા હોય છે અને તેઓ નોકરી કરી જયારે ઘરે આવે ત્યારે તેઓને પેટનો ખાડો પુરવા માટે જમવા માટે અનેક હોટલ તથા લારી-ગલ્લા ધારકોની મદદ લેવી પડતી હોય છે.તેઓ રાત્રિના સેકન્ડ સિફ્ટ કરી ભરુચ શહેરમાં આવતા પોતાના ભોજનની વ્યવસ્થા માટે હોટલ તથા લારી-ગલ્લા ધારકો પાસે જતા હોય છે પરંતુ છેલ્લા 15 દિવસથી ભરૂચ શહેરના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ રાત્રિના ૧૦:૩૦ કલાકે દાદાગીરી કરી તેમને જેલમાં બેસાડી દેવાની ધમકી આપી તમામ વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને સાથે જ મોડી રાત્રી સુધીઓ વેપાર કરવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Next Story