Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સિટી બસના કારણે રિક્ષાચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ,ચીફ ઓફિસરને કરાય રજૂઆત

ભરૂચમાં શરૂ થયેલ સીટી બસ સેવાના કારણે રિક્ષા ચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ સાથે નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી

X

ભરૂચમાં શરૂ થયેલ સીટી બસ સેવાના કારણે રિક્ષા ચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ સાથે નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચના જય ભારત રિક્ષા એશો.દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં રિક્ષા ચળકોના આક્ષેપ અનુસાર સ્ટેન્ડ વગર જ રસ્તામાં સિટી બસ ઉભી રાખીને બસ ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે સિટી બસ ચાલકો બસ સ્ટોપ ન હોવા છતાં બસ ઉભી કરી ટ્રાફિકને અવરોધવાનું કામ કરે છે. વળી ઝાડેશ્વર, કૂકરવાડા,શેરપુરા,ઉમરાજ જેવા ગામોમાં પંચાયતની પરવાનગી ન હોવા છતાં બસ ચાલે છે.બસ લાંબા સમય સુધી રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભી રહેતા મુસાફરો રીક્ષામાં બેસતા નથી. રીક્ષા સ્ટેન્ડ ઉપર પણ બસો બે-ત્રણ કલાક ઊભી રહેતા રીક્ષા ચાલકોને રોજગારી ગુમાવવી પડે છે ત્યારે શહેરમાં ફરતી બસને મન ફાવે ત્યાં ઉભી રાખી મુસાફરોને બેસાડવાની પ્રથા બંધ કરવી સાથે સરકારના નિયમો અનુસાર જ બસમાં મુસાફરો ને બેસાડવા જેથી રીક્ષા ચાલકોના રોજગારી પર અસર ન પડે અને જો રીક્ષા ચાલકોની આ માંગણી ઓ નહિ સંતોષાય તો આવનારા દિવસોમા ધરણાં સહિત કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story