Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ

કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ.

X

ભરૂચના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ.

ભરૂચ વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહેલ હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.વેંગણીના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભેસંગભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણખનીજની પરમીશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજુ કરી કોલીયાદ ગામનાં આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે. આ ઈસમ તમારી જમીન જી.આઈ.ડી.સી. માં જશે તો તને કોઈ નાણાંકીય રકમ મળે નહીં એમ ખોટા પ્રોત્સાહન આપી ૧ એકરનો ૨ લાખમાં ૮ થી ૧૦ ખેડૂતની જમીન ગેરકાયદેસર ખેડી નાંખી છે. તે સ્થળ ઉપર તલાટી કમ મંત્રી યા મામલતદાર દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન આપનાર જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય એ હેતુ ધ્યાન પર ભરૂચ એસ.પી. સમક્ષ એફ.આર.આઈ. કરી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત આ ઈસમ છેલ્લા ૧૦ વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડી ખાણ ખનીજનાં ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Next Story