/connect-gujarat/media/post_banners/75cf43ebd08c3833dbc64b300a2be732d1c66bbd98175b3ba5372e07c653adbe.jpg)
ભરૂચના કેલોદ પાસે લોહીયાળ ઘટના સામે આવી છે, જેમાં હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે ભરૂચના કેલોદ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના કેલોદ ગામ નજીક આવેલ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આમોદના સુડી ગામના કોળી ફળિયામાં રહેતા યુવાનો નિત્ય ક્રમ મુજબ ભરૂચ નોકરી પર ગયા હતા. ભરૂચના રવિ રત્ન મોટર્સમાં કામ કરતા ચારેય યુવાનો ઘરે જવા કાર લઈ નીકળ્યા હતા. ત્યાંજ કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક અને કાર નં વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનો ના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતુ. માર્ગ મરણચીસોથી ગુંજતા સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કારમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા