Connect Gujarat
ભરૂચ

ભરૂચ:નેત્રંગના અંતરિયાળ વિસ્તારના કારીગરને દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યું આમંત્રણ,જુઓ શું કરી છે કમાલ

ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે

X

ભરૂચના અંતરિયાળ એવા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કારીગર વજીર કોટવાલિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીર કોટવાલિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને તેને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન-દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય અને ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીર કોટવાળિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કોન્ફરન્સ કમ એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં તેઓને પોતાના કોટવાલિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે. વજીર કોટવાલિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે.

Next Story