Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના ગજેરા ગામ નજીક એસ.ટી.બસ વરસાદી કાંસમાં ઉતરી જતા અકસ્માત,વૃદ્ધ મુસાફરનું મોત

X

ભરૂચ જંબુસરના ગજેરા ગામ નજીક એસ.ટી.બસ વરસાદી કાંસમાં ઉતરી જતા સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર વૃદ્ધ મુસાફરનું મોત નિપજયુ હતું જ્યારે અનેક મુસાફરોને ઇજા પહોંચી હતી

ભરૂચ જંબુસર ડેપોની કારેલી જંબુસર બસ મંગળવારે સવારે 7 વાગે 40 થી વધુ મુસાફરોને લઈ નીકળી હતી. બસમાં સ્કૂલ અને આઈટીઆઈ સાથે કોલેજના વિધાર્થીઓ પણ હતા.ગજેરાથી એક વૃદ્ધ બસમાં ચઢ્યા હતા. જેઓ દરવાજા પાસે જ ઉભા રહેતા ડ્રાઈવર અને મુસાફરની આ અંગે અંદર જતા રહેવા રકઝક પણ થઈ હતી.દરમિયાન થોડે જ દૂર રસ્તાની બીજી બાજુ આવેલી વરસાદી કાંસમાં બસ ઉતરી પડી હતી. ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ભટકાઈ અટકી ગઈ હતી.બસમાં સવાર મુસાફરોને ઇજાઓ પોહચતા તેઓએ બુમરાણ મચાવી દીધી હતી. અકસ્માતમાં ગજેરાના નગીનભાઈ નામના મુસાફરનું મૃત્યુ થયું હતું. જ્યારે 7 થી વધુ છાત્રો સહિત 20 જેટલા મુસાફરોને ઇજા પોહચતા દોડધામ મચી ગઇ હતી.સ્થાનિકો, વાહન ચાલકોના ટોળા વચ્ચે પોલીસ અને 108ના સ્ટાફે દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસર રેફરલ, વડું અને વડોદરા સારવાર અર્થે ખસેડયા હતા.

Next Story