/connect-gujarat/media/post_banners/54fe462fecf5a0de58c54094819707e624daecf346002d6c9238325fc0e3c456.jpg)
ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે અદ્યતન સગવડો ઉભી કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રૂા.૩૪ કરોડના ખર્ચે આધુનીક બનાવવામાં આવશે.
ભરૂચ રેલ્વે સ્ટેશન વર્ષ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યુ હતુ.આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ દેશના ૨૯૦૦ રેલ્વે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના ૪૫ રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 6 ઓગષ્ટે રી-ડેવલોપમેન્ટનો શિલાન્યાસ કરવાના છે. જેમાં વડોદરા ડિવિઝનના ભરૂચ, કરજણ, વિશ્વામિત્રી સહિત ૬ સ્ટેશનનો સમાવેશ થાય છે. ભરૂચ સ્ટેશનની ઈસ્ટ અને વેસ્ટ બંને એન્ટ્રી ભવ્ય ટિંગ સાથે,એલિવેટર, એસ્કેલેટર, એસી વેઈટીંગ રૂમ, દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે જવા આકર્ષણો જોવા મળશે.ભરૂચ સ્ટેશનના નવિનીકરણને લઈ વડોદરા રેલવે ડિવિઝનના નલિન ગુપ્તા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા,ભરૂચ કલેકટર સહિતના ભરૂચ ની એનજીઓ સાથે બેઠક યોજી આગામી કાર્યક્રમ અંગેની ચર્ચા કરી હતી.