Connect Gujarat
ભરૂચ

“એક્સિડન્ટ ઝોન” બનેલા ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડ્યો, અકસ્માતની રાહ જોતું તંત્ર..!

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો છે અકસ્માત ઝોન, 2 દિવસથી નમી પડ્યો છે સ્ટ્રીટ લાઇટનો પોલ.

X

ભરૂચથી અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ એક બાદ એક મોટા અકસ્માતો સર્જાય ચૂક્યા છે, ત્યારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ છેલ્લા 2 દિવસથી અકસ્માતગ્રસ્ત સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અકસ્માતની શક્યતા સેવાય રહી છે.

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ સમાન જૂનો નેશનલ હાઇવે અકસ્માતોની ઘટના બાદ વિવાદોમાંથી બહાર આવી શક્યો નથી. આ માર્ગ પર છાસવારે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાઈ રહી છે.

મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ વાહનચાલકો પ્રવેશી જતાં હોવાના અનેકવાર અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે આ માર્ગ પર વધુ એક ક્ષતિ સામે આવી છે, જ્યાં માર્ગ વચ્ચે ડિવાઇડર પર બેસાડવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો જાણે ડોકિયા કાઢતી નજરે પડી રહી છે. બ્રિજની વચ્ચોવચ છેલ્લા 2 દિવસથી સ્ટ્રીટ લાઇટનો પોલ નીચે નમી પડતાં મોટા અકસ્માતનો ભય ટોળાય રહ્યો છે. તેવામાં સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં વધુ એક અકસ્માતની તંત્ર જાણે રાહ જોઈ રહ્યું હોય તેવો પણ વાહનચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

એક જાગૃત રાહદારીએ આ નમી પડેલ પોલનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવાનું તેમજ અકસ્માત સર્જવાનો ભય વ્યક્ત કર્યો હતો, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરી સ્ટ્રીટ લાઇટને પુનઃ સ્થાપિત કરાય તો મોટી દુર્ઘટનાને અટકાવી શકાય તેમ છે.

Next Story