ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વરની પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પરનો માર્ગ પણ અત્યંત જર્જરિત થઈ જતા વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહયો છે
ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે પરંતુ અંકલેશ્વરની પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી જીઆઈડીસીને જોડતા બ્રિજનો માર્ગ અત્યંત જર્જરિત બની ગયો છે જેના પગલે વાહનોની ગતિ અવરોધાય રહી છે. વાહનો ધીમી ગતિએ પસાર થતાં સવાર અને સાંજના પિકઅવર્સમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો મસ મોટા ખાડા હોવાના કારણે વાહનોમાં પણ નુકશાન થઈ રહ્યું છે.આ બાબતે સ્થાનિકોએ સરકાર પર રોષ ઠાલવ્યો હતો
અંકલેશ્વરની પ્રતિન ચોકડીથી જીઆઈડીસીને જોડતો આ મહટાવનો બ્રિજ છે પરંતુ સમયાંતરે બ્રિજનો માર્ગ જર્જરિત બનતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજનું તાકીદે સમારકામ કરાવવામાં આવે એ અત્યંત જરૂરી છે