Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ એપેક્ષ મલ્ટી સ્પેશ્યિલીટી હોસ્પિટલનો શુભારંભ કરાયો...

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં એપેક્ષ મલ્ટી સ્પેશ્યિલીટી હોસ્પિટલ-ઝાડેશ્વર યુનિટનો શુભારંભ કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે. જોકે, હાલમાં શહેરના ઝાડેશ્વર વિસ્તારનો ઘણો જ વિકાસ થતો હોય અને ત્યાંના લોકોને આરોગ્યલક્ષી સારવાર લેવા માટે શહેર વિસ્તારમાં ન આવવું પડે તે હેતુસર એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સંચાલકોએ ઝાડેશ્વરના ચામુંડા મંદિર નજીક અદ્યતન આરોગ્ય સંભાળ સુવિધાઓ સાથે એપેક્ષ મલ્ટિસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર-ઝાડેશ્વર યુનિટનો શુભારંભ કર્યો છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રણા, દિવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, હોસ્પિટલના ડિરેક્ટર ડો. કેતન દોશી, ડો. ઇફરાન પટેલ, ડો. વસીમ રાજ સહીત મહાનુભાવોના હસ્તે રીબીન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story