Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર

ભરૂચના જંબુસર ખાતે ત્રિપુરાના મુસ્લિમો ઉપર થઈ રહેલા અત્યાચારના પગલે મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

X

ભરૂચના જંબુસર ખાતે ત્રિપુરાના મુસ્લિમો ઉપર થઈ રહેલા અત્યાચારના પગલે મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્રિપુરાના મુસ્લિમો ઉપર થઈ રહેલા અત્યાચારના પગલે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, 'છેલ્લા અઠવાડીયાથી ભારતના ત્રિપુરા રાજ્યમાં દેશની શાંતિ એકતા અને ભાઈચારામાં પલીતો ચાંપવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ કરવા અર્થે અમુક સંગઠનોએ નિર્દોષ મુસ્લિમો ઉપર હુમલો કરી તેમની જાનમાલ અને મુસ્લિમ ધાર્મિક સ્થાનોને નુકશાન કરી રહ્યા છે.'

આ અંગે ત્રિપુરા હિંસામાં જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે મુફ્તી અહેમદ દેવલીયા સાહબ, ઇસ્માઇલ સુલેમાન પટેલ, સઈદ કાલુ, શાકિર મલેક, જાકીર મુતવલ્લી, ભુરીયા બાપુ, અનવર બાપુ, જાવેદ તલાટી, જુબેર નોંધલા, એડવોકેટ અનીશ મલેક સહીત મુસ્લિમ અગ્રણીઓ હાજર રહયા હતા.ભરૂચ: જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર..

Next Story