/connect-gujarat/media/post_banners/7d2b87c5b01a9cb59b371961fc9641c74143f31f1d3ca2cb8ed2d0899c4044ed.jpg)
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે તો પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપને મુદ્દો મળ્યો છે.
પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મૌઉઆ મૌઇત્રાએ સંસદમાં નિવેદન આપ્યુ હતું કે, જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને માં અમદાવાદની ગલીઓમાં કબાબ અને નોનવેજ ખાય છે. તેમના નિવેદનના વિરોધમાં ભરૂચમાં જૈન સમાજના આગેવાનો એકત્ર થયાં હતાં. શકિતનાથ સર્કલથી રેલી સ્વરૂપે આગેવાનો કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. વિવાદીત નિવેદન બદલ સાંસદ માફી માંગે તેવી જૈન સમાજની માંગ છે. જૈન એલર્ટ ગૃપ આમોદ તેમજ ભરૂચના આગેવાનો રાજેશ શાહ, નરેશ શાહ, લોકેશ શાહ સહિત મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયાં હતાં.
પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ટીએમસીના સાંસદે ભાજપને પણ મુદ્દો આપ્યો હોય તેમ લાગી રહયું છે. જૈન સમાજને ભાજપે સમર્થન આપ્યું છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલાં જૈનોની સાથે ભાજપના આગેવાનોએ પણ ટીએમસી વિરૂધ્ધ નારેબાજી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તથા અન્ય આગેવાનો આ પ્રસંગે હાજર રહયાં હતાં.