ભરૂચ : મહિલા દિનના ભાગરૂપે 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા અવનવી વાનગીઓ તૈયાર કરાશે

ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવનારા રવિવારના રોજ ગુજરાતભરની 20 પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે એક રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
ભરૂચ : મહિલા દિનના ભાગરૂપે 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા અવનવી વાનગીઓ તૈયાર કરાશે

ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવનારા રવિવારના રોજ ગુજરાતભરની 20 પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે એક રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..ભરૂચ અને નર્મદા જિલ્લામાં અંધજનો માટે ઘણું જ અલ્પ કામ થયેલું છે. નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ " ભરૂચ જિલ્લા શાખા દ્વારા આગામી રવિવારે પ્રજ્ઞાને સથવારે પૂર્ણતાનો પ્રયાસ " અંતર્ગત ગુજરાતભરમાંથી 20 અંધ બહેનો દ્વારા ભરૂચના આંગણે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈની કરામત દેખાડી જનતામાં અંધજનો અને અન્ય દીવ્યાંગો વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

આ કાર્યક્રમના આયોજન પાછળ અંધજનો અને અન્ય દિવ્યાંગો માટેના કાર્યોને વેગ આપી અંધકારમાં દીવો પ્રગટાવવાનો આશય છે. નિયંત્રીતોને અંધ બહેનો દ્વારા બનેલ વ્યંજનોનો રશાસ્વાદ કરવામાં આવશે. અગાઉ એક માસમાં 20 જેટલા નેત્ર યજ્ઞો કરી 250 જેટલા મોતિયાના ઓપરેશન સંસ્થાએ કરેલ છે.સંસ્થા ટુક સમયમાં જ અંધજનો અને અન્ય દીવ્યાંગો માટે શિક્ષણ, તાલીમ અને પુનર્વસનના કાર્યક્રમો શરૂ કરશે.