Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વર્ષોની પરંપરા મુજબ સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર મિત્રો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી...

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

X

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધુળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી-ધુળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય, અને આવનારા સમયમાં દરેકને રોજગારી, તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોચે એવી તમામ કામગીરી સાથે દેશ સહિત ભરૂચ પણ ભાજપ અને પીએમ મોદીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ 7મી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખ વસાવાની જનસંઘથી લઈ ભાજપા સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો. પત્રકારો સાથે હોળી-ધુળેટી પર્વે સ્નેહમિલન કાર્યકમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હમેન્દ્ર પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં શહેર તથા જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story