ભરૂચ: ઝઘડિયાના અશા ગામે નદીમાં બે યુવાનો તણાયા, શોધખોળ હાથ ધરાઇ
માછીમારી દરમિયાન નર્મદા નદીમાં એકા એક પાણીનું વહેણ અચાનક વધી જતા અશા ગામના બન્ને યુવાનો તળાયા હતા
BY Connect Gujarat25 Sep 2021 9:55 AM GMT

X
Connect Gujarat25 Sep 2021 9:55 AM GMT
ઝઘડિયા તાલુકાના અશા ગામે નર્મદા નદીમાં વસાવા સંજય રામુ અને વાઘરી મંગા ઇશ્વર નામના બે યુવાનો માછીમારી કરવા ગયા હતા, માછીમારી દરમિયાન નર્મદા નદીમાં એકા એક પાણીનું વહેણ અચાનક વધી જતા અશા ગામના બન્ને યુવાનો તળાયા હતા, યુવાનો તણાયા હોવાની જાણ થતાં ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાયેલા યુવાનોની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ તણાયેલા યુવાનોનુ કોઈ પત્તો લાગ્યો નથી, ગામના જ બે યુવાનો નર્મદા નદીમાં તણાઈ જતાં અશા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હાલ તો ઉમલ્લા પોલિસને સાથે રાખી આ તણાયેલા બંને યુવાનોની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ તેમજ ઝઘડિયાના ફાયર ફાઈટરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
Next Story