ભરૂચ : ખત્રીવાડ સ્થિત કષ્ટભંજનદેવ મંદિરે આશાપુરી જ્વેલર્સ દ્વારા ચાંદીના વાઘા અર્પણ કરાયા...

ખત્રીવાડમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું નિર્માણ, આશાપુરી જ્વેલર્સ દ્વારા કાળી ચૌદશની વિશેષ ઉજવણી

New Update
ભરૂચ : ખત્રીવાડ સ્થિત કષ્ટભંજનદેવ મંદિરે આશાપુરી જ્વેલર્સ દ્વારા ચાંદીના વાઘા અર્પણ કરાયા...

ભરૂચ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડમાં લાખો રૂપિયાના ખર્ચે અતિ પ્રાચીન એવા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આજે કાળી ચૌદશના દિવસે ભરૂચના આશાપુરી જ્વેલર્સ દ્વારા 4 કિલો ચાંદીમાંથી તૈયાર કરાયેલ વિશેષ વાઘા હનુમાનજીને ધરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેર જિલ્લામાં તહેવારોની સાથે ધાર્મિક સ્થળોમાં પણ દાન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે, ત્યારે ભરૂચમાં નગરપાલિકાના વોર્ડ નંબર 7 સ્થિત અતિ પ્રાચીન કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વિશેષ વાઘા ધરવામાં આવ્યા હતા. હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ભરૂચના આશાપુરી જ્વેલર્સ પરિવાર દ્વારા 4 કિલો ચાંદીમાંથી તૈયાર કરાયેલ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. હનુમાનજીને વિશેષ શણગાર કરવા સાથે વિશેષ મહાઆરતી અને પૂજન અર્ચન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ધાર્મિક તહેવારોની મોસમમાં ધાર્મિક મંદિરો પણ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ઉઠ્યા હતા.

Latest Stories