Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું...

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

X

ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓને મહેમાનોના હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાહીયેર ગુરુકુળના ડી.કે.સ્વામી, આમોદ મામલતદાર, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ, આમોદ નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર ભાજપ પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી, આમોદ તાલુકા હેલ્થ ઓફિસર સહિતના મહાનુભાવો સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story