Connect Gujarat
ભરૂચ

ભરૂચ : PM મોદીના નેત્રંગ આગમન પૂર્વે ધારાસભ્ય છોટુ વસાવાના શાબ્દિક પ્રહાર, જુઓ શું કહ્યું..!

વડાપ્રધાન મોદી આવતીકાલે નેત્રંગમાં કરશે ચૂંટણી પ્રચાર, PMના આગમન પૂર્વે ઝઘડિયાના MLAના શાબ્દિક પ્રહાર

X

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જાહેરસભા સંબોધવાના હોય જેને લઇ ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ તીખી પ્રતિકિયા આપી PM મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે, ત્યારે PM મોદીએ સંવિધાનની કોઈ વાત કરી નથી તેવા આક્ષેપો સાથે ઝઘડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ PM મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. છોટુ વસાવાએ વધુમાં કહ્યું હતું કે, સત્તામાં હોવા છતાં લોકોને કેમ મત લેવા માટે આવવું પડે છે. ઉપરાંત આદિવાસીઓના હક અને અધિકારો આપવામાં આવે તેવું આહવાન છોટુ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Next Story
Share it