પ્રથમ વાર ચૂંટણી પૂર્વે મતદારો બુથ ની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માતે ભરુચ ચૂંટણી પંચ દ્વારા તમારા મતદાન મથકને જાણો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું
ચૂંટણી પંચ દ્વારા 7 મી મે ના રોજ યોજાનાર મતદાન પૂર્વ આજે રવિવારે સવારના 9 થી 12.30 મતદાન મથકો ખુલ્લા રાખવામાં આવ્યા હતા જ્યાં હાજર બી.એલ.ઓ.દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ - મતદાર ક્રમાંક ત્યાંની સુવિધાઓ - પાર્કિંગ પ્રાથમિકતા - વ્હિલચેર - સ્વયંસેવક - સહાયતા કેન્દ્ર મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપી રહ્યા હતા.મતદાન કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ઠ થવા સાથે ખુશ જણાતા હતા.જોકે ચૂંટણી સમયે મતદાન માટે અધૂરી માહિતી સાથે જતા અને ત્યાર બાદ ગભરાટ સાથે દોડધામ કરી મુકતા મતદારો માં હજુ આજની આ સુવિધા નો લાભ લેવામાં જોઈએ તેટલી સક્રિયતા જોવા મળી ન હતી.તો બીજી બાજુ રાજકીય પક્ષો પણ ઉદાસીન જોવા મળ્યા હતા.