/connect-gujarat/media/post_banners/14f99f2a89b8442b98af308d2a7abe6dc32d48673786ce8329a48feeb38c04b4.jpg)
ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના કાળના 2 વર્ષ બાદ દુર્ગાષ્ટમીની ઉજવણીને લઇને બંગાળી સમાજમાં અનેરો ઉસ્તાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચની શ્રવણ ચોકડી નજીક પાંચમા નોરતાથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરની શ્રવણ ચોકડી વિસ્તારમાં નવલા નોરતાના પાંચમા દિવસથી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચમાં રોજગારી માટે સ્થાયી થયેલા અંદાજિત 5 હજારથી વધુ બંગાળી પરિવારો શક્તિ સ્વરૂપ માઁ દુર્ગાની આરાધનામાં લીન બની ગયા છે. દુર્ગાષ્ટમી નિમિત્તે બંગાળી સમાજ દ્વારા પૂજન-અર્ચન, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વિજયાદશમીના દિવસે માઁ દુર્ગાની ભવ્ય શોભાયાત્રા નીકળશે, અને ત્યારબાદ પ્રતિમાઓનું પાવન સલિલા મા નર્મદાના નીરમાં વિસર્જન કરી દુર્ગાષ્ટમી પર્વનું સમાપન કરવામાં આવશે.