/connect-gujarat/media/post_banners/15c8e5dabe7e3739f883fa4da4f4e318c6d14e32f57c13bef0e1097cd0df5056.jpg)
ભરૂચ શહેરના ભોલાવ એસ.ટી. બસ ડેપો ખાતે પ્રાથમિક સુવિધા અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લોકહિત માટે આજરોજ NSUIના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ભોલાવ એસ.ટી. બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પીવાના પાણી માટે પરબની સમસ્યા, શૌચાલયમાં ગંદકી તેમજ મુસાફરોને ઉભા રહેવા માટેના સ્ટેન્ડ અને બસ ડેપોના પટાંગણમાં મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઠેર ઠેર ગંડંકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, શાળા-કોલેજના સમય અનુસાર બસની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, ત્યારે ભોલાવ એસ.ટી. ડેપો ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકહિતમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો વહેલી તકે ભોલાવ એસ.ટી. ડેપો ખાતે લોકોને પડતી વિવિધ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવા NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.