ભરૂચ: ડિસ્ટ્રીકટ બેંકના રૂ.3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન,સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી રહ્યા ઉપસ્થિત

ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.

ભરૂચ: ડિસ્ટ્રીકટ બેંકના રૂ.3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન,સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી રહ્યા ઉપસ્થિત
New Update

ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના રૂ.3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સહકારી શિક્ષણ ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં કેન્દ્રિય સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના રૂપિયા 3.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 5 મંજલી સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન શુક્રવારે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અને ઉપદંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અને બેન્કના ચેરમેન અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. દેશના સહકાર મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું હતું 

આજે આંનદ અને અભિનંદનની ક્ષણ છે. ભરૂચની 115 વર્ષ જૂની બેંકે આજે ખૂબ સુંદર અને નવી શરૂઆત કરી છે. સ્વ ભંડોળમાંથી આધુનિક શિક્ષણ ભવન બનાવ્યું. પ્રશિક્ષણ ભવનમાં લેબ, કોમ્પ્યુટર, પુસ્તકાલય બધું જ. ગુજરાતની સૌથી જૂની બેંક ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ આજે 49 શાખા તેમાં પણ પોતાના 20 મકાનો અને 1255 કરોડનું ભંડોળ ધરાવે છે.

ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંકના સહકારી શિક્ષણ ભવનના ભૂમિપૂજન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના વિકાસમાં સહકારી ક્ષેત્રનો ફાળો ખૂબ વિશેષ રહ્યો હોવાનું કહ્યું હતું. સહકાર એટલે એક બીજાને સાથ આપીને આગળ વધવું, જે ગુજરાતમાં ખૂબ જ મજબૂત છે. ખેડૂત સહિત સામાન્ય માણસનું હિત જળવાઈએ સહકારી ક્ષેત્રનું પહેલું દાયિત્વ રહ્યું છે.

#Bharuch #CR Patil #mansukhvasava #Bhumi Pujan #MLABharuch DushyantPatel #AmitShah #Sahakari Shikshan Bhavan #District Bank #સહકારથી સમૃધ્ધિ #શિક્ષણ ભવન #સહકારી શિક્ષણ ભવન
Here are a few more articles:
Read the Next Article