ભરૂચ: જંબુસરના વેડચ ગામ નજીક માટી ભરેલ ટ્રકની ટકકરે બાઈક ચાલકનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.

New Update

ભરૂચના જંબુસર નજીક અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.જંબુસરના વેડચ ગામ નજીકથી પસાર થતાં બાઈક ચાલકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેમાં બાઈક ચાલક માર્ગ પર પટકાતા તેનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ વેડચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે