ભરૂચ : ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નં. 7-8માં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી...

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.

New Update
ભરૂચ : ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નં. 7-8માં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી...
Advertisment

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.

Advertisment

હાલ દેશ અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ઉમેદવારોએ પોતાના લોકસભા વિસ્તારમાં રહેતી જનતાને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉમેદવારો દ્વારા ગ્રુપ મીટીંગ, કાર્યકરો સાથે ચર્ચા અને લોક મુલાકાતની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત લોકસભા બેઠકોની વાત કરીએ તો, ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપ દ્વારા 6 ટર્મથી ચૂંટાઈ આવતા મનસુખ વસાવાને ફરી એક વખત પાર્ટીએ કમાન સોંપી છે, ત્યારે 6 ટર્મથી ભરૂચના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં સરકારી યોજના જેવી કે, પ્રધાનમંત્રી આવાસ, વિધવા સહાય સહિતની યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓની મુલાકાત કેળવી લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories