Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 4 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો...

દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે

X

દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નેતા અને કાર્યકરોએ ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો.

તાજેતરમાં દેશના 5 રાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાંચેય રાજ્યોની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારથી જ 5 રાજ્ય પૈકી પંજાબ છોડીને તમામ ચાર રાજ્યોમાં મણિપુર, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ અને ગોવામાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે પોતાની સત્તા હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસ જે દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી હતી, ત્યારે હવે કોંગ્રેસના 5 રાજ્યોમાં સુપડા સાફ થયા છે. આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી આ 5 રાજ્યોની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો માટે અતિ મહત્વની માનવામાં આવી હતી, ત્યારે ગુજરાત વિધાનસભા ગુજરાત મુખ્ય પક્ષ તરીકે ગણાતા ભાજપ, કોંગ્રેસ અને નવી ઉભરેલી પાર્ટી AAPની નજર 5 રાજ્યની ચૂંટણીના પરિણામ પર હતી.

ગુજરાત વિધાનસભામાં મુખ્ય પાર્ટી તરીકે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છેડાશે તેવું પ્રાથમિક તબ્બકે લાગી રહ્યું છે, ત્યારે હાલ તો 4 રાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરતા ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાય રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચના કસક સર્કલ નજીક આવેલ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશી મનાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભારતસિંહ પરમાર, રમેશ મિસ્ત્રી, વિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story