/connect-gujarat/media/post_banners/0d9b37839eba8fd8f0d31be67fbd7c484e7b890690372636433f3a884e8e9156.jpg)
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.વૈશ્વિક મહામારી કોરોનામાં ભારતે અનેરી સિધ્ધિ હાંસલ હાંસલ કરી છે. ભારતે ખુબ જ ઓછા સમયમાં 100 વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે ત્યારે ભાજપના યુવા મોરચા દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા હાઈસ્કૂલ ખાતે 100 દમ અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના બાળકો અને યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી અને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ,યુવા ભાજપના પ્રમુખ દક્ષેશ મોદી,મહામંત્રી સંજય પટેલ, નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા તેમજ યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા