/connect-gujarat/media/post_banners/74f898ba8979f3e0e7bfa7e073c9310fad284a3007b5f1e3ee774ddac68866dd.jpg)
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી
ઓદ્યોગીક હબ ભરૂચ જીલ્લામાં અનેક ઓદ્યોગીક અકસ્માતો થાય છે આવો જ એક બનાવ ઝઘડીયા જીઆઈડીસીમાં બન્યો હતો. ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીના નાઇટ્રેશન ડિપાર્ટમેન્ટમાં મેઈન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન બ્લાસ્ટ થયો હતો જેમાં નજીકમાં કામ કરી રહેલ 3 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ઝઘડીયા પોલીસ અને સેફ્ટી તેમજ હેલ્થ વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત કામદારોને સહાય માટે કંપની સત્તાધીશો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે