ભરૂચ: અંકલેશ્વરના સારંગપૂર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ

અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા પોતાના ઘરે ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છે

New Update
ભરૂચ: અંકલેશ્વરના સારંગપૂર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા પોતાના ઘરે ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છેજેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૮૮ નંગ પાઉચ અને બોટલ તેમજ એક ફોન મળી કુલ ૩૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર મનીષ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે નવા ગામના બુટલેગર પંજક વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.