Connect Gujarat
ભરૂચ

ભરૂચ: બુટલેગરોએ જમીનમાં સંતાડયો હતો દેશી દારૂ,પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો કર્યો જપ્ત

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા હતા

X

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા હતા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીએસ આઇ વૈશાલી આહીરને થઈ હતી જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા અને કનગામ ગામે અવાવરૂ જગ્યાએ બુટલેગરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબાઓ ઉતારી દારૂનું વેચાણ કરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન બુટલેગરોમાં પણ નાશભાગ મચી ગઈ હતી.પોલીસે દેશી દારૂના જથ્થાનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી હતી

Next Story