Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મકાન પર પાલખ બાંધી રહેલા ભાઈ-બહેનને લાગ્યો વીજ કરંટ, સારવાર અર્થે વડોદરા ખસેડાયા...

રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા

X

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રોટરી ક્લબ પાછળના ભાગના વિસ્તારમાં મકાન ઉપર લોખંડની પાલખ બાંધતી વેળા વીજ કરંટ લાગતાં ભાઈ અને બહેન ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યાં દિવાલના પ્લાસ્ટર માટે મજૂરીયાત મહેશ મહિડા તેમજ તેની સગી બેન આશા મહિડા લોખંડની પાલખ મકાન ઉપર બાંધી રહ્યા હતા. તે દરમિયાન લોખંડની પાલક થોડી ઊંચી થતા ઉપરથી પસાર થતાં જીવંત વીજ વાયર સાથે અડી જવાના કારણે ભાઈ-બહેનોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, અને તેઓ મકાન ઉપર જ પટકાયા હતા. બન્ને ભાઈ-બહેનને બંને હાથે તેમજ શરીર અને મોઢાના ભાગે સહિત ગંભીર રીતે દાઝી જવાના કારણે તેઓને સૌપ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બન્ને ઇજાગ્રસ્ત વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

Next Story