/connect-gujarat/media/post_banners/aa19f158648f3e9d713aa5fbb7c16cf895f14c07b544f55e71535b7fd0462ead.webp)
ભરૂચ સી ડીવીઝન પોલીસે ભરૂચ જી.આઈ.ડી.સી.ની બેંક ઓફ બરોડાની ગલીમાંથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા
ભરૂચ જી.આઈ.ડી.સી.ની બેંક ઓફ બરોડા વાળી ગલીમાં ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.૧૬.સી.ડી.૧૬૯૦માં વિદેશી દારૂ ભરી બે ઈસમો આવનાર છે જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ વિદેશી દારૂની ૧૨૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૬૨ હજારનો દારૂ અને ગાડી તેમજ બે ફોન મળી કુલ ૭.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ હેડ ક્વાટર્સ પાસે આવેલ વશીલા સોસાયટીમાં રહેતો બુટલેગર મુસ્તુફા હારુન ધોલીયા અને ઇમરાન અબ્દુલ મેમણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.