/connect-gujarat/media/post_banners/7deb03f2b1531878f4bec17498749cbe4127fa3e0040ea15f6241a86397a74b8.jpg)
ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાના રીસફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે. શહેરના પ્રવેશદ્વાર સમાન આ રસ્તા પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કિલોમીટર લાંબા રોડ નું રૂ.અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં. આ રસ્તો ભરૂચ શહેરી વિસ્તારથી દહેજ જી.આઈ.ડી.સી ને જોડતો મહત્વનો માર્ગ હોવાથી ટ્રાફિકનું ભારણ પણ ખુબ જ રહે છે. વાહનોની સતત અવરજવરના કારણે રસ્તો ચોમાસામાં ધોવાઇ ગયો હતો. આ માર્ગના નવીનીકરણ બાદ રસ્તાની આજુબાજુ આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.