Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પેપર મૂકી નીચેથી વસ્તુની ઉઠાંતરી કરી લેતા યુવકના સીસીટીવી વાયરલ

ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા ચકચાર ફેલાવા પામી છે.

X

ભરૂચ શહેરમાં આવેલ ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા ચકચાર ફેલાવા પામી છે.

ભરૂચ જીલ્લામાં ધોળા દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરની હોટલ ફેલિસિટા અને પાલેજના એક મેડિકલ સ્ટોર પરથી દુકાનદાર અને ગ્રાહકોની આંખો સામેથી આસાનીથી ચોરી કરી યુવક ફરાર થઈ જતાં સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો છે. ઘટના પર વિગતવાર નજર કરીએ તો ભરૂચના પાલેજ ખાતે ભટ્ટ બજારમાં આવેલી પારસ મેડિકલ સ્ટોર પર એક વૃદ્ધ પોતાનું પાકીટ કાઉન્ટર ટેબલ પાસે મૂકીને કામ અર્થે બહાર ગયો હતો તે દરમિયાન એક ઈસમ પોતાના હાથમાં પેપર લઈ આવીને દુકાનદારને ચકમો આપી પેપર પર્સ ઉપર મૂકી નીચેથી પાકીટ લઈ ફરાર થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ જ્યારે ફરી દુકાનદાર પાસે આવ્યો અને પાકીટ બાબતે પૂછતા પાકીટ જે તે સ્થળે મૂક્યું હતું તે સ્થળે ન દેખાતા વૃદ્ધ અને દુકાનદાર પણ ચોકી જવા પામ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ દુકાનદારે પાકીટ અર્થે પોતાના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી જેમાં એક ઈસમ પોતાના હાથમાં પેપર લઈ કાઉન્ટર નજીક મુકેલા પાકીટ નજીક આવી દુકાનદારની વ્યસ્તતા નો લાભ ઉઠાવી પાકીટને સરકાવી જતા જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધિ પાકીટમાં રહેલા 5000 રૂપિયા રોકડ અને એક મોબાઇલ ગુમાવ્યો હતો.જે બાબતે વૃદ્ધે પાલેજ પોલીસ ચોકીમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાલ હાથધરી છે.

જ્યારે આવો જ એક અન્ય બનાવ થોડા સમય અગાઉ ભરૂચ ખાતે બનવા પામ્યો હતો. ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી ફેલીસિટા હોટલમાં કાઉન્ટર ઉપર મુકેલ મોબાઈલ પેપર મૂકી તેની નીચેથી હોટલ માલિકની આંખો સામે સરકાવી ફરાર થઈ ગયો હતો. બંને ઘટનામાં સીસીટીવીમાં કેદ યુવક એક જ જેવો જણાય રહ્યો છે અને એક મોરસ ઓપરંડીથી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો છે. ચોરીની વધતી ઘટનાઓથી જીલ્લ્વસીઓમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા આવા તસ્કરો ઉપર નકેલ કસવામાં આવે અને ઝડપથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story