ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી

New Update
ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય

શનિવારના રોજ પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે રોટરી કલબ ભરૂચ દ્વારા પંડિત ઓમકાર નાથ ઠાકુરની સવા સો મી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરા,ડો.પીયુષ પરીખ,પ્રેસિડેન્ટ પ્રેમકુમાર,જે.કે.શાહ,પ્રફુલ વાયડાએ દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

આ કાર્યક્રમમાં ભરૂચના સંગીતકારોમાં કલાગુરુ નગીન જાદવ,નીતિન પટેલ,નાગજી ટેલર,હરકિશન મૈસુરીયાનું સ્મરણ કરી ભરૂચમાં સંગીત એકેડમી શરુ કરવા કલેકટરે સુચન કર્યું હતું.આ કાર્યક્રમમાં તબલાવાદક વરિષ્ઠ દેવેશ દવે સાથે હોર્મોનીયમ પર આકાર દેવેન્દ્ર સુરભએ સંગત કરી તબલાની આકર્ષક પ્રસ્તૃતિ કરીને સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment