ભરૂચ : ચૈતર વસાવા દ્વારા જંબુસર શહેરમાં લોકસંપર્ક કરાયો, જલેબી તળી અનોખી રીતે કર્યો ચૂંટણી પ્રચાર...

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

New Update
ભરૂચ : ચૈતર વસાવા દ્વારા જંબુસર શહેરમાં લોકસંપર્ક કરાયો, જલેબી તળી અનોખી રીતે કર્યો ચૂંટણી પ્રચાર...

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સાથે જ મતદારોનું ધ્યાન ખેંચવા ચૈતર વસાવાએ જલેબી તળીને અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે. ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરી વિસ્તારમાં લોક સંપર્ક કર્યો હતો. ચૈતર વસાવા જંબુસરના એસટી ડેપો સર્કલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જંબુસર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નગીના મસ્જિદ, કોટ બારણા, સોની ચકલા, ટંકારી ભાગોળ સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજી હતી. આ સાથે જ ઉમેદવાર ચૈતર વસાવાએ મતદારોનું ધ્યાન ખેંચવા જંબુસર બજારમાં આવેલ એક હોટલની બહાર જલેબી તળીને અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા, જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા સાકીર મલેક, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કાદર બેગ મિર્ઝા સહિત નગરપાલિકા સદસ્યો અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories